
અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક અરજદારની ગુમ થયેલ સાયકલને શોધી કાઢી તેમને પરત અપાવવાની પ્રશંસનીય કામગીરી અમરેલી સીટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. નાગરિકોની સંપત્તિની સુરક્ષા માટે પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી હોવાનું આ બનાવથી સ્પષ્ટ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરજદારએ પોતાની સાયકલ ગુમ થતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં પૂછપરછ, હ્યુમન સોર્સથી મળેલી માહિતી અને પેટ્રોલિંગ દરમિયાન મળેલા સંકેતોના આધારે પોલીસએ સાયકલની શોધખોળ હાથ ધરી હતી.
સતત પ્રયત્નોના પરિણામે ગુમ થયેલ સાયકલ મળી આવી અને જરૂરી કાયદેસર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તે અરજદારને પરત સોંપવામાં આવી. પોતાની સાયકલ પરત મળતા અરજદારએ અમરેલી સીટી પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી સીટી પોલીસ દ્વારા ગુમ થયેલ સામાન શોધી પરત આપવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. પોલીસની આ સેવાભાવનાપૂર્ણ કામગીરી નાગરિકો અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બનાવે છે અને સમાજમાં કાયદા પ્રત્યે સકારાત્મક સંદેશ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai