
અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી સીટી પોલીસ દ્વારા ગુમ થયેલ રૂ.1.12 લાખનો મોબાઇલ શોધી અરજદારને પરત અપાયો. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ફોન કુલ કિમત રૂ. ૧,૧૨,૫૦૦/- નો સફળતાપૂર્વક શોધી કાઢી અરજદારને પરત અપાવવાની સરાહનીય કામગીરી અમરેલી સીટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અરજદારએ પોતાનો કિંમતી મોબાઇલ ફોન ગુમ થતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી. અરજી મળતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી મળેલી માહિતી તથા જરૂરી ટેકનિકલ વિગતોના આધારે મોબાઇલની શોધખોળ કરવામાં આવી, જેના પરિણામે ગુમ થયેલ મોબાઇલ સફળતાપૂર્વક મળી આવ્યો. મોબાઇલ મળ્યા બાદ તમામ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારને તેમનો મોબાઇલ ફોન પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની સંપત્તિ પરત મળતાં અરજદારશ્રીએ અમરેલી સીટી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમરેલી સીટી પોલીસ દ્વારા ગુમ થયેલ સામાન શોધી પરત આપવાની સતત કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. આવી કામગીરી પોલીસની સેવાભાવના અને ફરજપ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai