
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બર, રવિવારે યોજાનારી શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) માટે સિદ્ધપુર એસ.ટી. ડેપોએ પરીક્ષાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર અને સરળતાથી પહોંચવામાં કોઈ અડચણ ન આવે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડેપો મેનેજર હિતેશભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, 21 ડિસેમ્બરની વહેલી સવારે સિદ્ધપુરથી અમદાવાદના ગીતામંદિર, કૃષ્ણનગર અને સરખેજ વિસ્તારો માટે 3 વધારાની સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે.
આ સુવિધાનો લાભ લેવા ઇચ્છુક પરીક્ષાર્થીઓને અગાઉથી ટિકિટ બુકિંગ કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ બસો માટેનું એડવાન્સ બુકિંગ સિદ્ધપુર મુખ્ય બસ સ્ટેશન તેમજ બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પરથી કરી શકાશે, જેથી ટ્રાફિક અને ભીડ વચ્ચે પણ ઉમેદવારો સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ