

પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના બગવદર પોલીસમથકની ટીમે 74 હજાર રૂપિયાના ગુમ થયેલા ત્રણ મોબાઇલ શોધીને તેમના માલિકોને પરત કર્યા છે.
જુનાગઢ પોલીસ ગુમ થયેલ સોનાના દાગીના, વાહનો, મોબાઈલ વગેરે મુદામાલ મુળ માલિકને સોંપવા સુચનાઓ આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારા તથા બગવદર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સી.ઈ.આઇ.આર. પોર્ટલનો ઉપયોગ કરી મોઢવાડા, કાટવાણા તથા દેગામ ખાતેથી ગુમ થયેલ ખોવાઇ ગયેલ, પડી ગયેલ સામાન્ય નાગરિકોના મોબાઇલ નંગ-3 શોધી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મુળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.જેમાં આવડાભાઇ વિરમભાઇ ખુંટી રહે. બખરલાગામ, તા.જી. પોરબંદરનો 29,999 ની કિંમતનો ફોન, રણજીત રામદેભાઈ ઓડેદરા, રહે. બગવદર ગામનો 21,499 ની કિંમતનો ફોન,રાજુભાઈ મુરુભાઈ ગોઢાણીયા રહે. ખાંભોદરગામ, તા.જી. પોરબંદરનો 22,999 ની કિંમતનો ફોન પરત કર્યો હતો.
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારા તથા એ.એસ.આઇ. સીસોદીયા, એન. કે. સાદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.આર. સીસોદીયા દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya