મહેસાણા એરપોર્ટ મુદ્દે કેન્દ્ર સરકારની જાહેરાત, “એરલાઇન્સ અરજી કરે, રાજ્ય સરકાર જમીન આપે, અમે તૈયાર છીએ”
મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા એરપોર્ટને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો એરલાઇન્સ કંપનીઓ મહેસાણા એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે અરજી કરે અને રાજ્ય સરકાર જરૂરી જમીન તથા આધારભૂત સ
મહેસાણા એરપોર્ટ મુદ્દે કેન્દ્ર સરકારની જાહેરાત, “એરલાઇન્સ અરજી કરે, રાજ્ય સરકાર જમીન આપે, અમે તૈયાર છીએ”


મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા એરપોર્ટને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો એરલાઇન્સ કંપનીઓ મહેસાણા એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે અરજી કરે અને રાજ્ય સરકાર જરૂરી જમીન તથા આધારભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, તો કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, પ્રાદેશિક હવાઈ જોડાણ વધારવા માટે સરકારની નીતિ સ્પષ્ટ છે અને ટાયર-2 તથા ટાયર-3 શહેરોને હવાઈ સેવાઓ સાથે જોડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મહેસાણા ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર હોવાથી અહીં એરપોર્ટ શરૂ થવાથી વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ શક્ય બનશે.

એરપોર્ટ માટે જરૂરી ટેકનિકલ મંજૂરી, નીતિગત સહાય અને માર્ગદર્શન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે, પરંતુ જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેમ પણ સ્પષ્ટ કરાયું છે. સાથે જ એરલાઇન્સ કંપનીઓએ વ્યવસાયિક રીતે શક્યતા દર્શાવી અરજી કરવી પડશે.

મહેસાણા એરપોર્ટ શરૂ થવાથી સ્થાનિક લોકોને મોટા શહેરોમાં ઝડપી અને સરળ મુસાફરીની સુવિધા મળશે. આ જાહેરાત બાદ ઉત્તર ગુજરાતના લોકો અને વેપારી વર્ગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે રાજ્ય સરકાર તથા સંબંધિત વિભાગોની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande