જામનગરમાં મ્યુલ હન્ટ અંતર્ગત વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી
જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં મ્યુલ હન્ટ અંતર્ગત ચાલી રહેલી કાર્યવાહીમાં અત્યાર સુધી ૨૨ ગુના દાખલ થઇ ચુકયા છે અને તપાસ જુદી જુદી દીશામાં ચાલી રહી છે, દરમ્યાન વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં બે શખ્સો સામે ફરીયાદ કરી છે. ૨૨.
ફરિયાદ


જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં મ્યુલ હન્ટ અંતર્ગત ચાલી રહેલી

કાર્યવાહીમાં અત્યાર સુધી ૨૨ ગુના દાખલ થઇ ચુકયા છે અને તપાસ જુદી જુદી

દીશામાં ચાલી રહી છે, દરમ્યાન વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં બે

શખ્સો સામે ફરીયાદ કરી છે. ૨૨.૨૭ લાખના નાણા ગેરકાયદે હેરફેર થયાનું જાણવા

મળ્યું છે.

રાજયમાં મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત અલગ

અલગ જગ્યાએ તપાસ દરમ્યાન બેન્ક ખાતા ભાડે આપી કમિશનની લાલચમાં મોટાપાયે

નાણાંની હેરફેર કરવામાં આવી રહી છે, જે અનુસંધાને જામનગરમાં અત્યાર સુધી ૨૨

ફરીયાદ ૫૦ શખ્સો વિરુઘ્ધ નોંધાઇ ચુકી છે.

ગઇકાલે

સીટી-સી ડીવીઝનના કોન્સ મયુરસિંહ જાડેજા દ્વારા જાતે ફરીયાદી બનીને

બેડીબંદર રીંગરોડ, શિવ ટાઉનશીપ પ્લોટ ૪૧/૧ ખાતે રહેતા ભાવિક અરશી ડેર અને

જામનગરના લક્ષ્મીપાર્કમાં રહેતા પ્રવિણ ભોજા નંદાણીયા તથા તપાસમાં જે ખુલે

તેની સામે ફરીયાદ નોંધાવી હતી.

જેની વિગત મુજબ

બંને આરોપીઓએ કાવતરૂ રચીને ભાવિકે પ્રવિણને પોતાનું બેન્ક ખાતુ ઉપયોગ કરવા

આપી કમિશન મેળવી ઇન્ટરનેટ અથવા કોઇ માઘ્યમથી છેતરપીંડીથી મેળવેલા ગેરકાયદે

નાણાંની હેરફેરના ઇરાદાથી બેન્ક ખાતામાં ૨૨.૨૭.૯૮૧ની રકમ નખાવી ચેક-એટીએમ

દ્વારા ઉપાડી લઇ સગેવગે કરવા માટે એકબીજાને મદદગારી કરી ગેરકાયદે

ટ્રાન્જેકશન કરાયુ હતું. જે ફરીયાદની તપાસ પીએસઆઇ પરમાર ચલાવી રહયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande