જામનગરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું : 300 થી વધુ પશુપાલકો ઉપસ્થિત રહ્યા
જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા શહેરના ત્રિમંદિર ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાની જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના
શિક્ષણ શિબિર અને પ્રદર્શન


જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા શહેરના ત્રિમંદિર ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાની જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા સહિત ત્રણેય તાલુકાની પશુપાલન ટીમ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમ દરમિયાન પશુપાલન ખાતાના તાંત્રિક તજજ્ઞો દ્વારા ૩૦૦થી વધુ પશુપાલકોને પશુપાલન થકી સમૃદ્ધિ, આધુનિક પશુપાલન પધ્ધતિઓ, રોગ નિવારણ અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે પશુપાલન ખાતાની યોજનાના ૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૫૬ લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શિબિરમાં પશુપાલકોની જાણકારી માટે વિવિધ માહિતીસભર પ્રદર્શન સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા, જેની તમામ પશુપાલકોએ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત પશુપાલકોને જિલ્લામાં ચાલતી પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી વિશે માહિતી આપી, વિભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા અનુરોધ કરાયો હતો જેથી તેઓ પશુપાલન ક્ષેત્રની નવીનતમ માહિતીથી માહિતગાર રહે. આ સમગ્ર કાર્યક્રમ થકી પશુપાલકોને પોતાની આવક વધારવા અને પશુપાલન વ્યવસાયને વધુ ઉન્નત બનાવવા માટે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande