ફિંચાલ ગામે મફત આયુર્વેદ અને હોમિયોપેથિ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ફિંચાલ ગામ ખાતે 17 ડિસેમ્બર, 2025ના રોજ મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રીની કચેરીની પ્રેરણાથી અને જિલ્લા આયુર્વેદ અધિક
ફિંચાલ ગામે મફત આયુર્વેદ અને હોમિયોપેથિ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ફિંચાલ ગામ ખાતે 17 ડિસેમ્બર, 2025ના રોજ મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રીની કચેરીની પ્રેરણાથી અને જિલ્લા આયુર્વેદ અધિકારી, પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સરકારી હોમિયોપેથિ દવાખાનું સંખારી તથા સરકારી આયુર્વેદ દવાખાનું મણુંદ દ્વારા કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન ગામના અનેક દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સાંધાના રોગો, પેટના રોગો, ચામડીના રોગો, બીપી, ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, કબજિયાત, સંધિવાત તથા વાળના રોગોની તપાસ અને સારવારનો લાભ લીધો. ઉપરાંત, હાલની સીઝનમાં જોવા મળતા શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના દર્દીઓને પણ યોગ્ય આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર આપવામાં આવી હતી.

આ કેમ્પ સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી, દિનચર્યા અને મેદસ્વિતા મુક્તિ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પના આયોજનથી ગ્રામજનોમાં આરોગ્ય જાગૃતિમાં વધારો થયો અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande