
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અરણેજ ગામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયના પટાંગણમાં બાળાઓને વર્લ્ડ હેલ્થ કવરેજ કે વિશે માહિતગાર તેમજ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ પ્રકારની આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
વિવિધ યોજનાઓ જેમ કે, આયુષ્માન ભારત, રસીકરણ, આરોગ્ય જાગૃતિ, માનસિક આરોગ્ય તેમજ પ્રાથનિક આરોગ્ય સેવા મજબૂતકરવી તેમજ ગરીબ પરિવારોને મફતરોગ્ય તપાસ વિશે સમજ આપવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ