સુત્રાપાડામાં 14મો સમૂહ લગ્ન મહોત્સવ માટે આયોજન બેઠક યોજાઈ
ગીર સોમનાથ, 17 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા તથા કારડીયા રાજપૂત સમાજ સેવા કર્મચારી ટ્રસ્ટ દ્વારા યોજાનારા ૧૪મા સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અખિલ ગુજરાત કારડી
આયોજન બેઠક યોજાઈ


ગીર સોમનાથ, 17 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા તથા કારડીયા રાજપૂત સમાજ સેવા કર્મચારી ટ્રસ્ટ દ્વારા યોજાનારા ૧૪મા સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તથા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં આગામી વસંતપંચમીના પાવન દિવસે તા.૨૩/૦૧/૨૦૨૬ (શુક્રવાર)ના રોજ સુત્રાપાડા ખાતે ૧૪મો સમૂહ લગ્ન મહોત્સવ યોજવાનો નિર્ણય લેવાયો. સમૂહ લગ્ન માટે નોંધણી હાલ ચાલુ હોવાનું અને છેલ્લી તારીખ ૨૫/૧૨/૨૦૨૫ હોવાનું જણાવાયું હતું. આયોજન, વ્યવસ્થા તથા સમાજની ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

પુર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે સમૂહ લગ્ન થકી કુરિવાજો દૂર થાય, ખર્ચમાં બચત થાય અને સમાજમાં એકતા મજબૂત બને તેવો સંદેશ આપ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે જશાભાઈ બારડ પરિવાર રહેશે. સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીબાઓને કરિયાવર તથા રૂ.૧૦,૦૦૦ની ફિક્સ ડિપોઝિટ તેમના નામે જમા કરાવવાનો પણ નિર્ણય લેવાયો.

બેઠકમાં સુત્રાપાડા તથા બાવાનીવાવના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો અને સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande