
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) પ્રાચી તીર્થ ગાયત્રી પરિવારના વરિષ્ઠપરિજન સ્વ. ઉકાભાઈ ચુડાસમાની ૧૦મી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ. રંભુબેન અને લાડુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર દ્વારા તા.18/12/25 ને ગુરુવાર ના રોજ પ્રાંચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં સેવા અને માનવીય મૂલ્યોને અર્પણરૂપ ભવ્ય - આરોગ્ય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત - ૧૧૭મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા = નેત્રયજ્ઞ નિદાન કેમ્પ, હાડવૈદ અને જનરલ ચેકઅપ નિદાન કેમ્પ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
કેમ્પમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી નિષ્ણાત ડોક્ટરો તથા સ્ટાફ સેવાકાર્ય અર્પણ કરશે. ઉપરાંત હાડવૈદ નિદાન માટે હમીરભાઈ (પ્રાચી), રવિરાજભાઈ, ભુપતભાઈ તાલાળા અનેડૉ. રોહિતભાઈ પટેલ (સાવલિયા સાહેબ, પ્રાચી)નું માર્ગદર્શન અને સેવાયોગ રહેનાર છે.
કેમ્પની વિશેષતાઓઃ તમામ નિદાન અને તપાસ સંપૂર્ણપણે વિનામૂલ્યે મોતીયાબિંદુના દર્દીઓને જરૂરી ચકાસણી બાદ
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન ઉત્તમ ગુણવત્તાના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે સંપૂર્ણ મફત સારવાર દર્દીઓ માટે રહેઠાણ, જમવાનું, શુદ્ધ ઘીનો શીરો, ચા-નાસ્તો, ચશશ્માં, દવાઓ, ટીપાં વગેરે બધું જ મફત ઓપરેશન બાદ દર્દીઓને ફરી કેમ્પ સ્થળે પરત મુકવાની વ્યવસ્થા દરેક દર્દીના અન્ય આરોગ્ય મુદ્દાઓનું પણ નિદાન સેવાકાર્ય સુચારુ રહે તે માટે હોસ્પિટલ અને આયોજકો દ્વારા તમામ વ્યવસ્થાઓ સુસજ્જ કરવામાં આવી છે. પ્રાંચી તીર્થ તથા આસપાસના આ મહાસેવાયજ્ઞનો લાભ લેવા વિસ્તારોના લોકોને અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ