
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળનાં ડારી ગામે આવેલ ટોલ પ્લાનનું સંચાલન સ્કાયલાર્ક ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાગૃતિ અભિયાન અંતર્ગત ટોલનાકા પરથી પસાર થતા વાહનોમાં જાગૃતિ સંબંધિત સ્ટીકર લગાવાયા હતા. ટોલનાકાના સ્ટાફ લાલાભાઈ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ વાહનચાલકોમાં જવાબદાર ડ્રાઈવિંગની ભાવના વિકસાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. વાહનચાલકોને હેલ્મેટ પહેરવું સીટબેલ્ટનો ઉપયોગ કરવો, મર્યાદિત ઝડપે વાહન ચલાવવું તેમજ મોબાઈલનો ઉપયોગ ટાળવા અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે ટોલનાકા સ્ટાફ દ્વારા નિયમિત ટોલ ચુકવણીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું અને ટોલનાકા પર સહકાર આપવા માટે વાહનચાલકોને અપીલ કરાઈ હતી. અંતમાં ટોલનાકા સ્ટાફ પરબતભાઈ એ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજીને માર્ગ સલામતી માટે લોકોમાં વધુ જાગૃતિ લાવવામાં આવશે. આ લાલાભાઈ પરબતભાઈ બારડ સહિત ટોલ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ