બગસરા તાલુકામાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત, ત્રણના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં એક દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે વહેલી સવારે એક બેકાબૂ ફોર વ્હીલ કાર ગંભીર રીતે અકસ્માતગ્રસ્ત થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં
બગસરા તાલુકામાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત, ત્રણના મોત અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત


અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.) :

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં એક દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે વહેલી સવારે એક બેકાબૂ ફોર વ્હીલ કાર ગંભીર રીતે અકસ્માતગ્રસ્ત થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે કાર અચાનક નિયંત્રણ ગુમાવી માર્ગની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મદદ કરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઇમરજન્સી ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ ઓવર સ્પીડ અથવા ડ્રાઈવરનું ધ્યાન ભટકવું અકસ્માતનું કારણ હોઈ શકે છે, તેમ છતાં ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિકોએ આ માર્ગ પર ઝડપ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande