
જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ માર્ગો પરથી અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. જેમાં શરૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી સર્કલ, લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતાં 40 થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતા. અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુબેશ યથાવત રાખવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે ઝુંબેશ ગઈકાલે મંગળવારે પણ યથાવત રાખવામાં આવી હતી.જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા-જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતાં.
આ ઝુબેશ અંતર્ગત માર્ગો પર અડચણ રૂપ 40 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતાં. શહેરના માર્ગો પર સુચારૂ રીતે આવાગમન થઈ શકે માટે જુદા-જુદા વિસ્તારોમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતું. મનપાની આ ખાસ ઝુંબેશના પગલે સંબંધિત વિસ્તારોમાં માર્ગો મહંદઅંશે ચોખ્ખા થયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt