
જૂનાગઢ 17 ડિસેમ્બર (હિ.સ.) ભારત સરકાર દ્વારા Digital Agricultureના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકવામાં આવ્યો છે. હાલ ચાલુ રવી ઋતુ ૨૦૨૫ માટે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ પાકો જેવા કે, ઘઉં, ચણા, જીરૂ, ધાણા, ડુંગળી, લસણ, શાકભાજી, ઘાસચારો, બહુ વર્ષાયુ બાગાયતી પાકો વગેરેનો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લીકેશન મારફતે સર્વે કરી ખેડૂતોની હકીકતલક્ષી વિગતો એકઠી કરવાની થાય છે, જે કામગીરી તા.૧૬-૧૨-૨૫ થી શરૂ કરી તા.૩૧-૦૧-૨૫ સુધીમાં પુર્ણ કરવાની રહેશે.
જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાવેતર થયેલ રવિ પાકની પરિપક્વતાની અવસ્થાને આધારે કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદામાં ફેરફાર થવાની શક્યતા રહેશે. યોજના અંતર્ગત જિલ્લાનાં દરેક જમીન ખાતા નંબરના તમામ સર્વે નંબરનું ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઇલ એપ્લીકેશન દ્વારા Geo-tagging ફોટો સાથે વાવેતર કરેલ પાકોની વિગતો VCE અથવા ખાનગી સર્વેયર મારફત એકત્રીત કરવાની થાય છે, આ સર્વે માટે કામ કરવા ઇચ્છુક જે-તે ગામનાં ટેક્નોલોજીનાં જાણકાર અને ફીલ્ડમાં જઇ શકે તેવા વ્યક્તિ(સર્વેયર)ને એક સર્વે નંબરના સર્વે કરવા બદલ રૂ. ૧૦/- મેહેનતાણું ડી.બી.ટી. મારફત સર્વેયરનાં બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવશે. જેથી Agristack Project - DIGITAL CROP SURVEYની કામગીરી કરવા માંગતા ટેક્નોલોજીનાં જાણકાર વ્યક્તિએ જે તે તાલુકાની તાલુકા પંચાયત, ખાતે તાલુકા વિકાસ અધીકારી ખેતીવાડી શાખા કે ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ