રાધનપુરના કૈલાશ પ્લાઝામાં ભીષણ આગ, લાખોનું નુકસાન
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચોકડી પર આવેલી કૈલાશ પ્લાઝા શોપિંગ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે લગભગ 3 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી અનેક
રાધનપુરના કૈલાશ પ્લાઝામાં ભીષણ આગ, લાખોનું નુકસાન


પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચોકડી પર આવેલી કૈલાશ પ્લાઝા શોપિંગ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે લગભગ 3 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગના કારણે શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. તાજેતરમાં જ શરૂ થયેલી આ દુકાનોમાં લાખો રૂપિયાનો માલસામાન નષ્ટ થયો હતો, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે.

પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ પર કાબૂ મેળવવા રાધનપુરની મીની ફાયર ટીમ નિષ્ફળ રહી હતી, ત્યારબાદ પાટણથી આવેલી ફાયર ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande