વૈકુંઠ કાર્યાલય ખાતે અલ્પેશજી ઠાકોર સાથે મહેસાણા જિલ્લા ઠાકોર સેનાની શુભેચ્છા મુલાકાત
મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) આંદોલનકારી નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષશ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે મહેસાણા જિલ્લા ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વૈકુંઠ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કાર્યકરોએ અ
વૈકુંઠ કાર્યાલય ખાતે અલ્પેશજી ઠાકોર સાથે મહેસાણા જિલ્લા ઠાકોર સેનાની શુભેચ્છા મુલાકાત


મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) આંદોલનકારી નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષશ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે મહેસાણા જિલ્લા ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વૈકુંઠ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કાર્યકરોએ અલ્પેશજી ઠાકોર સાહેબને શુભેચ્છાઓ પાઠવી અને સમાજના વિવિધ મુદ્દાઓ અંગે સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવાનોને સંગઠન સાથે જોડવા તેમજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ માટે આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. અલ્પેશજી ઠાકોર સાહેબે કાર્યકરોને સમાજહિતના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરણા આપી હતી અને સંગઠન દ્વારા જનહિતના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સંગઠિત શક્તિ દ્વારા જ સમાજના હક્કો અને અધિકારોને યોગ્ય ન્યાય મળી શકે છે. સાથે જ, મહેસાણા જિલ્લા ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને આગામી સમયમાં વધુ સક્રિય રીતે કામ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ શુભેચ્છા મુલાકાત સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ, જેમાં સંગઠનની એકતા અને દૃઢતા સ્પષ્ટ રીતે જોવા મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande