
રાજકોટ, 17 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટમાં વડાપ્રધાનના જાગો ગ્રાહક જાગોના પોસ્ટર પર શાહી લગાવાઈ, બે મહિનામાં બે વાર શાહી લગાવાઈ. રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી લગાવવામાં આવી છે.
આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે પહેલા જ કેટલાક તત્વોએ આ કૃત્ય કર્યું છે.
ઉલ્લેખનીય છે કે,
ગુજરાત ભાજપ પ્રમુખની રેલી પહેલા પણ બેનરમાં વડાપ્રધાનના ફોટો પર શાહી ફેંકાઈ હતી
અગાઉ જગદિશ વિશ્વકર્માની રેલી પહેલા પણ બેનરમાં વડાપ્રધાનના ફોટા પર શાહી લગાવાઈ હતી. અગાઉ 15 ઓક્ટોબરે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટા પર અજાણ્યા શખસે કાળી શાહી લગાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ