સાયબર ફ્રોડ અટકાવવા પાટણ પોલીસની બેંકો સાથે બેઠક, શંકાસ્પદ બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક પોલીસને આપવા સૂચના
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં વધતા સાયબર ક્રાઈમને રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી તેમજ ખાનગી બેંકોના મેનેજરોની બેઠક યોજી શંકાસ્પદ બેંક ખાતાઓ
સાયબર ફ્રોડ અટકાવવા પાટણ પોલીસની બેંકો સાથે  બેઠક, શંકાસ્પદ બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક પોલીસને આપવા સૂચના


પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં વધતા સાયબર ક્રાઈમને રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી તેમજ ખાનગી બેંકોના મેનેજરોની બેઠક યોજી શંકાસ્પદ બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક પોલીસને આપવા સૂચના આપી હતી.

પોલીસે જણાવ્યું કે કેટલાક લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે, જેના કારણે મોટા પાયે નાણાકીય છેતરપિંડી થાય છે અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચે છે. બેંકો દ્વારા શંકાસ્પદ ખાતાધારકોની માહિતી આપવામાં થતો વિલંબ ગુનેગારો સુધી પહોંચવામાં અવરોધરૂપ બની રહ્યો છે.

બેઠકમાં એ.પી., ડીવાયએસપી, એલસીબી પીઆઈ સહિત અન્ય અધિકારીઓ અને બેંક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપીએ બેંક અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી કે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા શંકાસ્પદ ખાતાઓ અંગે પોલીસને વિલંબ વગર માહિતી આપવી ફરજિયાત છે, નહીં તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande