



પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરમાં ગેરકાયદેસર નશાકારક ગોગો પેપર તેમજ સ્ટ્રીપનું વેચાણ કરનાર ધંધાર્થીઓ વિરૂધ્ધ પોરબંદર ખબરના અહેવાલ બાદ એસઓજીએ કાર્યવાહી શરૂ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે બે ધંધાર્થીઓ વિરૂધ્ધ પોરબંદર એસઓજી એફઆઈઆર કરવાની તજવીજ શરૂ કરવામા આવી છે.
ગુજરાતમાં હવે નશાનો ટ્રેડ બદલ્યો છે અત્યાર સુધી દારૂ, સિગારેટ ફાકી તેમજ ડ્રગ્સના સેવાથી યુવાનો નશો કરી રહ્યાં હતા હવે નશાકારણ પેપરને ફોલડીંગ કરી તેમજ નશીલા પદાર્થ ભરી તેનું સિગારેટ તરીકે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યુ છે અમદાવાદ, સુરત જેવા મોટા જિલ્લાઓમા મીડીયાએ અહેવાલ પ્રસારિત કરતા રાજ્યુનુ ગૃહ વિભાગ જાગ્યુ હતુ તાત્કાલિક 16 ડિસેમ્બર જાહેરનામું પ્રસિદ્ર કરી નશાકારક ગોગો પેપર, સ્ટ્રીપ વગેર પર પ્રતિબંધ મુકાયો હતો ગાંધીભુમિ પોરબંદરમા બે ડઝનથી વધુ દુકાનોમાં ગોગો પેપર વેચાણ કરવામાં આવે તે અંગે ગઈકાલે પોરબંદર ખબરે અહેવાલ પ્રસારિત કર્યો હતો બાદ પોરબંદર એસઓજીએ પોરબંદરની વિવિધ દુકાનોમાં ચેકીંગની કામગીરી હાથથ ધરી હતી આ ચેકીંગ દરમિયાન ગોઢાણીયા કોલેજ રોડ પર આવેલ ચાઈ સુટ્ટા તેમજ જાવરની ભરત પાન ટી સ્ટોલમાંથી ગોગો પેપર તેમજ સ્મોકિંગ સ્ટ્રીપ મળી આવતા એસઓજીએ બંને દુકાન ધારક વિરૂધ્ધ FIR કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya