મોટીદાઉની ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકની મારામારી, સીસીટીવીમાં ઘટના કેદ
મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના મોટીદાઉની ગામે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકે શારીરિક સજા આપ્યાની ઘટના શાળામાં લગાવાયેલા સી
મોટીદાઉની ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકની મારામારી, સીસીટીવીમાં ઘટના કેદ


મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના મોટીદાઉની ગામે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકે શારીરિક સજા આપ્યાની ઘટના શાળામાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પરીક્ષા પૂર્ણ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ મજાક-મસ્તી કરતા હોવાનું કહી શિક્ષકે તેમને સોટીથી માર માર્યો હતો. મારામારી દરમિયાન એક વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શારીરિક સજા કરી શકાતી નથી. આ નિયમનો ભંગ થતાં સંબંધિત શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર મામલે આંતરિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ ગંભીર નોંધ લીધી છે. DEOએ જણાવ્યું હતું કે શાળામાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે અને તપાસ રિપોર્ટના આધારે જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હક્કોને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande