સિધ્ધપુર પોલીસે ખળી ગામેથી પશુઓ ભરેલી આઈસર ટ્રક ઝડપી
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે ખળી ગામેથી પશુઓને ક્રૂરતાપૂર્વક ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી 15 ભેંસ અને પાડા મળી આવતા પોલીસે કુલ રૂ. 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છ
ખળી ગામેથી પશુઓ ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ


ખળી ગામેથી પશુઓ ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ


પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે ખળી ગામેથી પશુઓને ક્રૂરતાપૂર્વક ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી 15 ભેંસ અને પાડા મળી આવતા પોલીસે કુલ રૂ. 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનના PSI પી.એમ. પટેલને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ખળી ગામની સીમમાં GJ 02 AT 1643 નંબરની આઈસર ટ્રકની તપાસ કરી હતી. પોલીસને જોઈને ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. તલાસી દરમિયાન પશુઓને ખીચોખીચ અને અત્યંત અમાનવીય રીતે ભરેલા હોવાનું બહાર આવ્યું હતું, તેમજ ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી.

પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની શંકા સાથે પોલીસે તમામ 15 પશુઓને સુરક્ષિત રીતે નાગવાસણ પાંજરાપોળ મોકલી આપ્યા છે. નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા પશુ સંરક્ષણ ધારા હેઠળ વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande