પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.
પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તથા સામાન્ય જનતામાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા લાવવા હેતુથી “વીજ સલામતી સપ્તાહ” ઉજવવામાં આવ્યો હતો. આ અંતર્ગત પીજીવીસીએલ રાજકોટ કચેરીના માર્ગદર્શન
પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.


પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.


પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.


પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તથા સામાન્ય જનતામાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા લાવવા હેતુથી “વીજ સલામતી સપ્તાહ” ઉજવવામાં આવ્યો હતો. આ અંતર્ગત પીજીવીસીએલ રાજકોટ કચેરીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વર્તુળ કચેરી તેમજ તેના હેઠળની વિવિધ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ દ્વારા દરરોજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીજ અકસ્માત નિવારણના ભાગરૂપે પીજીવીસીએલના વીજ કર્મચારીઓ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ દ્વારા વીજ અકસ્માતો અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિભાગીય તથા પેટા વિભાગીય કચેરીઓ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

સલામતી સપ્તાહ દરમિયાન જાહેર જનતામાં વીજ સલામતી તથા વીજ બચત અંગે જાગૃતિ લાવવા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વીજ સલામતી અને વીજ બચત વિષયક ચિત્ર સ્પર્ધા, ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક કરવામાં આવ્યા હતા.

વીજ બચત અને વીજ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા પોરબંદર શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમ્યાન શહેરની જનતાને વીજ સલામતી તથા વીજ બચત અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પોરબંદર ગ્રામ્ય તથા શહેર વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલી વર્તુળ કચેરી પોરબંદરથી શરૂ થઈ રેલ્વે સ્ટેશન રોડ, બાલુબા સ્કૂલ ફુવારા, સ્વાગત હોટલ, રામટેકરી રોડ મારફતે ફરી વર્તુળ કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

વીજ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે વીજ સલામતી અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઈજનેર ડામોર દ્વારા વીજ લાઇનના ફોલ્ટ, વીજ પુરવઠો બંધ હોય ત્યારે કામ કરતી વેળાએ અકસ્માતો ન બને તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વીજ સલામતી અંગેની સેફટી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande