અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેલ આવ્યા - બપોરે 1.30 કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે અમદાવાદ, 17 ડિસેમ્બર (હિ.સ.) : શહેરની મહારાજા અગ્રસેન સહિતની કેટલીક જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેઇલ મળ્યો છે. બોમ્બની
અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી


- ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેલ આવ્યા

- બપોરે 1.30 કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે

અમદાવાદ, 17 ડિસેમ્બર (હિ.સ.) : શહેરની મહારાજા અગ્રસેન સહિતની કેટલીક જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેઇલ મળ્યો છે. બોમ્બની ધમકીને પગલે શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા છે. આ ધમકી બાદ પોલીસ, ફાયર, બોમ્બ સ્ક્વોડની ટીમો આ સ્કૂલોમાં મોકલી દેવામાં આવી છે.

બીજી બાજુ આ તમામ શાળાઓના પ્રસાશનમાં ચિંતાનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ ખબર મળતા જ હોબાળો મચી ગયો છે.

અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં ચાર સ્કૂલને ધમકીભર્યા ઈ-મેલ મળતા તપાસ શરૂ કરાઈ છે.

શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે.

જે સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો છે તેમાં ઝેબર,ઝાયડસ સ્કૂલ વેજલપુર,અગ્રસેન,ડિવાઇન સ્કૂલ, અડાલજ,નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુરનો સમાવેશ થાય છે.

હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આજે બપોરે 1.30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande