ઠંડીની સાથે જ શહેરમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓ વધ્યા, રોજ 50 બાળકોને દાખલ થાય છે
અમદાવાદ, 17 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં ઠંડીની સિઝન સહૃ થતાં જ વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો થાય છે.અત્યારે રોજ 50 બાળકોને દાખલ થાય છે. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હો
ઠંડીની સાથે જ શહેરમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓ વધ્યા, રોજ 50 બાળકોને દાખલ થાય છે


અમદાવાદ, 17 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં ઠંડીની સિઝન સહૃ થતાં જ વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો થાય છે.અત્યારે રોજ 50 બાળકોને દાખલ થાય છે. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઝડપી ચેપ લાગે છે.

શહેરમાં વાઈરલ ઈન્ફેક્શનની સાથે શરદી અને ખાંસીના કેસમાં વધારો થયો છે.

વાતાવરણમાં સતત ફેરફારથી ડબલ સિઝન અને હવાના પ્રદૂષણના કારણે શ્વસનતંત્ર અને ગળાના ચેપના દર્દીઓ વધ્યા છે. સોલા સિવિલમાં છેલ્લા એક અઠવાડિયામાં ઓપડીમાં 14,152 દર્દી આવ્યા હતા. જ્યારે આખા નવેમ્બરમાં 14,130 દર્દી આવ્યા હતા. વાઈરલ ઈન્ફેક્શનની સૌથી વધુ અસર બાળકો પર થઈ હોવાનું મનાય છે. હોસ્પિટલમાં રોજ આવતા 150થી વધુ બાળકોમાં 50ને દાખલ કરવા પડે છે. બાળકોમાં ઋતુની અસર વધુ જોવા મળી રહી છે. બાળકોની ઈમ્યુનિટી ઝડપથી અસરગ્રસ્ત થતી હોવાથી તેઓને જલ્દી ચેપ લાગી જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande