
ગાંધીનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : સરકારે આપેલી ખાતરીઓ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિ આગામી 21 થી 23 ડિસેમ્બર સુધી જુનાગઢ અને ગીર સોમનાથના અભ્યાસ પ્રવાસે જશે. જેમાં આ સમિતિ રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, અભયારણ્ય, રેસ્ક્યૂ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરીને સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી અંગે સમીક્ષા બેઠક કરશે.
આ સમિતિ સંભવિત 21 ડિસેમ્બર, રવિવારના રોજ ધોળકા GIDC અને નળ સરોવરની સ્થળ તપાસ કરીને સંલગ્ન અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે જ્યારે બીજા દિવસે 22 ડિસેમ્બરના રોજ સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લેશે. આ સમિતિ પ્રવાસના અંતિમ દિવસે 23 ડિસેમ્બરના રોજ જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રેસ્ક્યૂ સેન્ટર, રેફરલ સેન્ટર, સારવાર કેન્દ્ર તેમજ અન્ય નૈસર્ગિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરીને અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવશે,
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ