શંખેશ્વરમાં PMJJBY હેઠળ મૃતક ખાતેદારના પરિવારને ₹2 લાખની સહાય
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) શંખેશ્વરમાં યુનિયન બેંક ઑફ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ મૃતક ખાતેદાર ગોવિંદજી અભાજી ઠાકોરના પરિવારને ₹2 લાખની વીમા સહાય આપીને ચેક તેમની પત્ની ગુગીબેન ઠાકોરને અર્પણ કર્યો. ગોવિંદજી ઠાકોરે બે
શંખેશ્વરમાં PMJJBY હેઠળ મૃતક ખાતેદારના પરિવારને ₹2 લાખની સહાય


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) શંખેશ્વરમાં યુનિયન બેંક ઑફ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ મૃતક ખાતેદાર ગોવિંદજી અભાજી ઠાકોરના પરિવારને ₹2 લાખની વીમા સહાય આપીને ચેક તેમની પત્ની ગુગીબેન ઠાકોરને અર્પણ કર્યો.

ગોવિંદજી ઠાકોરે બેંક મારફતે PMJJBY યોજના હેઠળ વીમા લીધો હતો. તેમના અવસાન બાદ યોજનાના નિયમો મુજબ વીમા રકમ પરિવારને મંજૂર કરીને ચૂકવણી કરવામાં આવી છે.

ચેક આપવાની વિધિ દરમિયાન યુનિયન બેંક શંખેશ્વર શાખાના મેનેજર યોગેશ શર્મા, હરીસિંહ એચરા, નિખીલ ગહલોત, બેંક મિત્ર શિવમ ઠક્કર અને સ્ટાર યુનિયન ડાઈ ચી લાઈફ ઇન્સ્યોરન્સના સેલ્સ ઓફિસર સાગર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande