


પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીક રાણાવાવ ખાતે આવેલા અદાણી ગેસ લિમિટેડના સી.એન.જી. ગેસ વિતરણ ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને આપાતકાલીન સતાના ભાગરૂપે એક મહત્વપુર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મોકડ્રીલ પોરબંદર ફાયર બ્રિગેડના સહયોગથી યોજવામાં આવી હતી, જેમાં આગની કે ગેસ લીકેજ જેવી સંભવિત દુર્ઘટનાઓ સમયે કેવી રીતે ત્વરિત પ્રતિસાદ આપવો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલ દરમિયાન પોરબંદર ફાયર બ્રિગેડના જવાનોએ આધુનિક સાધનો સાથે ટર્મિનલ પર પહોંચીને કાલ્પનિક આગને કાબૂમાં લેવાની અને બચાવ કામગીરીની પ્રક્રિયા સફળતાપુર્વક પાર પાડી હતી. આ પ્રકારની મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીના કર્મચારીઓને સેફ્ટી પ્રોટોકોલથી વાકેફ કરવાનો અને કટોકટીના સમયે જાન-માલનું નુકસાન નિવારી શકાય તે માટે સિસ્ટમ અપડેટ રાખવાનો હતો.સમગ્ર આયોજન સફળ રહ્યું હતું અને સેફ્ટીના તમામ માપદંડો ચકાસવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya