નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય યુનિટી માર્ચના આગમન પૂર્વે ભદામમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
- લોકનૃત્યો અને દેશભક્તિના ગીતોએ રંગ જમાવ્યો : પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયાં રાજપીપલા, 2 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મહત્વપૂર્ણ સંદેશને જીવંત કરતી “રાષ્ટ્રીય એકતા પદયાત્રા” આગામી 3 ડિસેમ્બર,2025ના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહી છે
A grand cultural program in Bhadam ahead of the arrival of the National Unity March in Narmada district


- લોકનૃત્યો અને દેશભક્તિના ગીતોએ રંગ જમાવ્યો : પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયાં

રાજપીપલા, 2 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મહત્વપૂર્ણ સંદેશને જીવંત કરતી “રાષ્ટ્રીય એકતા પદયાત્રા” આગામી 3 ડિસેમ્બર,2025ના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહી છે.

રાષ્ટ્રીય યુનિટી માર્ચના જિલ્લામાં આગમન પૂર્વે શ્રી વલ્લભ વિદ્યાનિકેતન શાળા, ભદામ ખાતે ભારતના લોહપુરુષ તથા રાષ્ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ પ્રિ-ઇવેન્ટ સાંસ્કૃતિક

કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી પોશાકમાં ગુજરાતની સમૃદ્ધ લોકનૃત્ય પરંપરાને જીવંત કરતું મનમોહક પ્રસ્તુતી કરી હતી. સાંસ્કૃતિક પ્રસ્તુતીની સાથે દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ભરી દીધુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande