પાટણમાં 4 જાન્યુઆરી 2026 ના રોજ અંગદાન અને કેન્સર જાગૃતિ માટે મેરેથોન દોડનું આયોજન
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) રોટરી ક્લબ ઓફ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા 4 જાન્યુઆરી 2026, રવિવારે પાટણમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આસ્થાએ છેલ્લા બે વર્ષથી સફળ મેરેથોન યોજી છે અને આ વખતે રોટરી ક્લબ સાથે સહયોગ કરી રહી છે. મેરેથોનન
પાટણમાં 4 જાન્યુઆરી 2026 ના રોજ અંગદાન અને કેન્સર જાગૃતિ માટે  મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) રોટરી ક્લબ ઓફ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા 4 જાન્યુઆરી 2026, રવિવારે પાટણમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આસ્થાએ છેલ્લા બે વર્ષથી સફળ મેરેથોન યોજી છે અને આ વખતે રોટરી ક્લબ સાથે સહયોગ કરી રહી છે. મેરેથોનનો મુખ્ય હેતુ અંગદાન અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાનીએ જણાવ્યા મુજબ, આ મેરેથોનમાં અંદાજે 1000થી વધુ સ્પર્ધકો જોડાવાની શક્યતા છે. રજિસ્ટ્રેશન ફી ₹200 રાખવામાં આવી છે, જેમાં ટી-શર્ટ, કીટ, રિફ્રેશમેન્ટ, એનર્જી ડ્રિંક અને નાસ્તાની સુવિધા મળશે. રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે 21 ડિસેમ્બર સુધી કરી શકાય છે.

આ મેરેથોનમાં 2, 3, 5 અને 11 કિ.મી.ની દોડ યોજાશે, જેમાં વિવિધ વય જૂથો માટે જુદી–જુદી કેટેગરી રાખવામાં આવી છે. બંને કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને સ્મૃતિચિહ્ન તથા મહત્તમ ₹11,000 સુધીના રોકડ પુરસ્કાર અપાશે. મેરેથોન દોડ જીમખાનાથી શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande