પ્રોહિબિશન કેસના ફરાર આરોપીની સિદ્ધપુર પોલીસ દ્વારા ધરપકડ
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની એવ્સ્કોન્ડર સ્કોડે લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના આરોપી નાથુભા અરજનસિંહ સોલંકીની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે તેને સિદ્ધપુર-કાકોશી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ
પ્રોહિબિશન કેસના ફરાર આરોપીની સિદ્ધપુર પોલીસ દ્વારા ધરપકડ


પ્રોહિબિશન કેસના ફરાર આરોપીની સિદ્ધપુર પોલીસ દ્વારા ધરપકડ


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની એવ્સ્કોન્ડર સ્કોડે લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના આરોપી નાથુભા અરજનસિંહ સોલંકીની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે તેને સિદ્ધપુર-કાકોશી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર DySP કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. PSI આર.એસ. સોલંકી અને નાસતા ફરતા સ્કોડની ટીમ તપાસમાં હતી ત્યારે પોલીસે જાણકારી મેળવી હતી કે નાથુભા અગાઉના પ્રોહિબિશનનાં ગુનાઓમાં વોન્ટેડ છે.

આ માહિતી આધારે કાકોશી ચાર રસ્તા પર નાકાબંધી ગોઠવી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાના ખીમ્મત ગામના રહેવાસી નાથુભાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande