સાવરકુંડલામાં પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઈક સાથે આરોપી ઝડપાયો
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે કાબૂમાં લેવ
સાવરકુંડલામાં પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઈક સાથે આરોપી ઝડપાયો — અમરેલી LCBની ઝડપી કાર્યવાહી


અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે કાબૂમાં લેવામાં આવ્યો છે.

પોલીસ પાસે મળેલી બાતમી પરથી એલ.સી.બી. ટીમે શંકાસ્પદ યુવકને અટકાવી પૂછપરછ કરી. તપાસ દરમિયાન મોટરસાયકલના દસ્તાવેજોની માંગણી કરતાં કોઈ યોગ્ય પુરાવો ન મળતા વ્હીકલનો ચેસિસ અને એન્જિન નંબર ચેકાયો. ટેક્નિકલ ચકાસણીમાં ચોક્કસ થયું કે મોટરસાયકલ સુરતના લસકાણા વિસ્તારમાંથી ચોરી થયેલી છે અને આ અંગે ગુનો નોંધાયેલ છે.આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા, તેના અન્ય સાથીઓની સંડોવણી અને વધુ ચોરીના ગુનાઓ અંગે તપાસ વિસ્તૃત કરવામાં આવી રહી છે. પોલીસે ચોરીની મોટરસાયકલ જપ્ત કરી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.

અમરેલી એલ.સી.બી.ની આ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે સાવરકુંડલા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ જાળવવામાં સહાય મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande