
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતભરમાં ગુમ થયેલા તથા અપહરણ થયેલા લોકોની શોધખોળ માટે 18/11/2025 થી 02/12/2025 સુધી 15 દિવસનું વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત અમરેલી જિલ્લામાં ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢવા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
તે અનુસંધાને અમરેલી LCB પોલીસ ઇન્સ્પેક્ટર V.M. કોલાદરા ના નેતૃત્વ હેઠળની ટીમે લાઠી પોલીસ સ્ટેશનના 23/03/2011 ના કેસમાં 14 વર્ષથી ગુમ થયેલી મહિલા મંજુલાબેન અને તેમની બે પુત્રીઓને શોધવામાં મોટા પાયે સફળતા મેળવી છે.
મંજુલાબેન અને તેમના પતિ વચ્ચે મતભેદ થતાં, તેઓ પોતાની બંને પુત્રીઓ સાથે પોતાના ઘરે કોઈને જાણ કર્યા વગર 12/03/2011 ના રોજ જઈ ચૂક્યા હતા. પતિએ તેમની શોધખોળ માટે લાઠી પોલીસ સ્ટેશનમાં ગુમ જાહેર કરી હતી. મંજુલાબેન પતિ સાથે રહેવા અથવા કોઈ સબંધ રાખવા માંગતા ન હોવાથી તેઓએ જાતે જ કોઈ સંપર્ક કર્યો નહોતો, અને પોતાના બાળકો સાથે અન્યત્ર રહેતા હતા.
માનવ બાતમીદારો તથા ટેક્નિકલ સોર્સના આધારે ટીમે તપાસને વેગ આપ્યો અને અંતે 14 વર્ષથી પેન્ડિંગ રહેલો આ ગુમ કિસ્સો ઉકેલી ત્રણેયને શોધી કાઢ્યા.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai