
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા ઉપર છૂટ્યા બાદ કાયદાનો ભંગ કરી ફરાર થયેલા 'પાકા કામના' કેદીને શોધી કાઢવામાં અમરેલી LCBને મોટી સફળતા મળી છે. કેદી રજા પૂરી થયા બાદ જેલમાં હાજર ન થતાં તેના વિરુદ્ધ ફરારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એ દરમ્યાન અલગ-અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છૂપાવતાં ફરતા કેદીની શોધખોળ માટે અમરેલી LCBની વિશેષ ટીમે સતત ટેક્નિકલ વિશ્લેષણ અને માનવ સૂત્રોનો સહારો લીધો.
હ્યુમન ઈન્ટેલિજન્સ સાથે ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા મળેલ વિગતોના આધારે અંતે કેદીની ચોક્કસ લોકેશન ગોવા રાજ્યમાં ટ્રેસ કરવામાં આવી. સચોટ આયોજન અને ગુપ્ત ઓપરેશન બાદ LCB ટીમે ફરાર કેદીને કાબૂમાં લઈને કાયદાની હથેળીમાં સપરત કર્યો છે.
અપરાધિક પૃષ્ઠભૂમિવાળા કેદીઓ ફર્લો અથવા પેરોલનો દુરુપયોગ કરી ફરી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાય ન જાય તે દૃષ્ટિએ આ કામગીરીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમરેલી પોલીસના ઝડપી સંકલન અને સારો આયોજનના કારણે આ સફળતા મળ્યાનો ગૌરવ અનુભવાયો છે.
અધિકારીઓ મુજબ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેદીને ફરીથી જેલમાં મોકલવામાં આવશે. આ ઓપરેશન અમરેલી LCBની કાર્યક્ષમતા અને કાયદો-સુવ્યોવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai