બરડા જંગલ સફરીમાં અમેરિકન પરિવારે 11 સિહોના દર્શન કર્યા.
પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારી શરૂ થયા બાદ ત્યાં સિંહોનો વસવાટ પણ વધી રહ્યો છે ત્યારે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન 11 સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા. બરડા સફારીમાં અમેરિકન ફેમિલી
બરડા જંગલ સફરીમાં અમેરિકન પરિવારે 11 સિહોના દર્શન કર્યા.


બરડા જંગલ સફરીમાં અમેરિકન પરિવારે 11 સિહોના દર્શન કર્યા.


બરડા જંગલ સફરીમાં અમેરિકન પરિવારે 11 સિહોના દર્શન કર્યા.


બરડા જંગલ સફરીમાં અમેરિકન પરિવારે 11 સિહોના દર્શન કર્યા.


પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારી શરૂ થયા બાદ ત્યાં સિંહોનો વસવાટ પણ વધી રહ્યો છે ત્યારે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન 11 સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા.

બરડા સફારીમાં અમેરિકન ફેમિલીને અદભુત અનુભવ મળ્યો હતો, જ્યાં તેમને એક સાથે 11 સિંહોના ઝુંડના દર્શન થયા હતા. પોરબંદર નજીક આવેલા બરડા સફારીમાં વિશેષ ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને અમેરિકાથી આવેલા એક પરિવારે સાહસિક સફારી દરમિયાન અદભુત અનુભવ મેળવ્યો હતો. આ એક એવો અનુભવ હતો જે સામાન્ય પ્રવાસીઓ માટે ભાગ્યે જ પ્રાપ્ત થાય છે.સફારી દરમિયાન તેમને એક કે બે નહીં પરંતુ એકસાથે 11 સિંહોના કુટુંબને નિહાળવાનો સુવર્ણ મોકો મળ્યો હતો. આ સફારી દરમિયાન સિંહોને નજીકથી નિહાળતા અમેરિકન ફેમિલી અત્યંત ઉત્સાહિત થઈ ગઈ હતી. ત્રણથી ચાર સિંહણો, નર સિંહો અને નાના બચ્ચાઓ સાથે ચાલતા કુટુંબને જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા. કુદરતી સૌંદર્ય વચ્ચે ‘જંગલના રાજા’ને પોતાના પરિવાર સાથે નિર્ભય રીતે ફરતો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

બરડા સફારીમાં પ્રવાસીઓનો ખાસ ઘસારો જોવા મળ્યો હતો. સ્થાનિક તેમજ વિદેશી યાત્રીઓ સિંહોના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને મોટાભાગના પ્રવાસીઓને આકર્ષક દર્શન મળતા ખુશી છલકાઈ રહી હતી. સિંહોની સંખ્યા વધતા આ વિસ્તાર સફારી માટે વધુ લોકપ્રિય બની રહ્યો છે.અમેરિકન ફેમિલીએ સફારી પૂર્ણ કર્યા બાદ ગાઈડ તથા સફારી ડ્રાઇવરના વખાણ કર્યા હતા. જંગલ વિશેની વિગતવાર માહિતી, સિંહોને સુરક્ષિત અંતરથી દેખાડવાની કુશળતા અને સફારીનું સંચાલન આ દરેક બાબતે તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ફરતા ફરતા મળેલા અદભુત અનુભવ બદલ તેમણે ગાઈડ અને ડ્રાઇવરનો ખાસ આભાર પણ માન્યો હતો.

બરડા સફારીનો આ દિવસ માત્ર પ્રવાસીઓ માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે યાદગાર બની રહ્યો છે. કુદરત અને વન્ય જીવનનો આ અદભુત મિલન, ખાસ કરીને એક સાથે 11 સિંહોના દર્શન સફારીના ઇતિહાસમાં પણ વિશેષ નોંધપાત્ર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande