પ્રભાત સહકારી જીનમાં, સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો
ખેડૂતો હવે તેમનો કપાસ ખાનગી વેપારીઓને ઓછા ભાવની જગ્યાએ 8080માં ટેકાના ભાવે વેચી શકશે ટેકાના ભાવથી કપાસ ખરીદી કેન્દ્ર/એપીએમસી વાલિયાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો આધાર આધારિત ઓટીપી પંજીકરણ કરે જેથી 2025- 26 ના વર્ષ માટે ટેકાના ભાવનો લાભ લઈ શકે ભરૂચ
પ્રભાત સહકારી જીનમાં સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો


પ્રભાત સહકારી જીનમાં સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો


પ્રભાત સહકારી જીનમાં સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો


પ્રભાત સહકારી જીનમાં સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો


પ્રભાત સહકારી જીનમાં સીસીઆઈ કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો


ખેડૂતો હવે તેમનો કપાસ ખાનગી વેપારીઓને ઓછા ભાવની જગ્યાએ 8080માં ટેકાના ભાવે વેચી શકશે

ટેકાના ભાવથી કપાસ ખરીદી કેન્દ્ર/એપીએમસી વાલિયાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો

આધાર આધારિત ઓટીપી પંજીકરણ કરે જેથી 2025- 26 ના વર્ષ માટે ટેકાના ભાવનો લાભ લઈ શકે

ભરૂચ 2 ડિસેમ્બર (હિ.સ.)

વાલિયા પ્રભાત સહકારી જીન ખાતે સી.સી.આઇ. દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો શુભારંભ યોગેન્દ્રસિંહ મહિડા અને રાકેશકુમાર સાયણીયાના હસ્તે કરવામાં આવ્યો છે. ખેડુતોએ પોતાનો સ્લોટ બુકિંગ કરીને સી.સી.આઇ.ના ધારાધોરણ મુજબનો કપાસ “ શ્રી પ્રભાત સહકારી ખેતીપાક રૂપાંતર અને વેચાણ કરનારી મંડળી લી, ” વાલિયા વેચાણ કરી શકશે. જે ખેડુતોનો કપાસ સી.સી.આઇ. ના ધારાધોરણ મુજબનો હોય અને ટેકના ભાવે સી.સી.આઇ.મા વેચાણ કરવો હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય તો પણ કપાસ ખરીદી કેન્દ્રનો સંપર્ક કરીનેટેકાના ભાવથી કપાસ ખરીદી કેન્દ્ર/એપીએમસી વાલિયાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

“ કપાસ કિસાન ” એપ્લિકેશનના માધ્યમથી આધાર આધારીત સ્વ-પંજીકરણ કરીને કપાસ મૌસમ વર્ષ 2025- 26 માં ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રીયા માટે સુવિધા સ્વ- પંજીકરણ 31 મી ડિસેમ્બર 2025 સુધી ખુલ્લુ રહેશે.કપાસની ખેતી કરતા તમામ ખેડુતોએ તેઓએ પોતાનું આધાર આધારિત OTP પંજીકરણ સમયસર પુર્ણ કરે જેથી 2025- 26 ના કપાસ મૌસમ વર્ષ માટે ટેકાના ભાવ (MSP) સુવિધાનો લાભ લઇ શકાય.

ખેડૂતોએ 4 જરૂરી પુરાવાઓ તૈયાર રાખવા જેમાં સત્તાધિકારીઓ દ્વારા પ્રમાણિત માન્ય જમીનનો દસ્તાવેજ,કપાસ વાવેતર થયેલ જમીનનું ક્ષેત્રફળ દર્શાવતો નવિનતમ રેકોર્ડ, જે સ્થાનિક મહેસુલ/કૃષિ વિભાગ/ કૃષિ વિસ્તરણ વિભાગના સત્તાધિકારીઓ દ્વારા પ્રમાણિત હોવો જોઇએ,મોબાઇલ નંબર અપડેટ થયેલો માન્ય આધાર કાર્ડ જે બેંક ખાતા સાથે લીંક થયેલ હોવો

જોઇએ, ખેડુતનો ફોટો આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

સી.સી.આઇની ખરીદી માર્કેટમાં એ.પી.એમ.સી. વાલિયા ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા, પ્રભાત સહકારી જીન વાલિયા ચેરમેન રાકેશકુમાર સાયણીયા અને વાઇસ ચેરમેન ક્રુષ્ણરાજસિંહ મહિડા તેમજ મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande