
અમદાવાદ,2 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી ડ્રગ્સ-દારૂના વિરોધ માટે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. અને કોંગ્રેસે દારૂ-જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે અમદાવાદના એસપી રિંગરોડથી આવેલા સરખેજ-બાકરોલ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ઘેટાં-બકરાંનાં ઊન (વૂલ)ની આડમાં સંતાડીને ચંદીગઢથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો ₹1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દારૂ-જુગારથી કમાતા હોય તેવા પોલીસ કર્મચારીઓના પટ્ટા ઊતરી જવાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયો છે. ત્યારે દારૂ-જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. હવે જોવાનું રહ્યું કોંગ્રેસ આ મુદ્દે શું કરે છે.
મળતી માહિતી મુજબ,1 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે એસએમસી સેલના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટ અને સરખેજ પોલીસની ટીમે બાકરોલ ક્રોસ રોડ તરફ વોચ ગોઠવી આઈસર કન્ટેનર ટ્રકને પકડી પાડી હતી.આ કન્ટેનરમાં 196 બેગમાં ભરેલું ઘેટાં-બકરાંનું ઊન કાર્ગો કવર તરીકે ઉપયોગમાં લેવાતા હોય તેની આડમાં સંતાડીને ચંદીગઢથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો ₹1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.જપ્ત દારૂની કિંમત: ₹1,20,08,025(53,369 બોટલ)ટ્રકની કિંમત: ₹30,00,000
અન્ય મુદ્દામાલ: 196 બેગમાં ભરેલું ઘેટાં-બકરાંનું ઊન (કાર્ગો કવર તરીકે ઉપયોગમાં લેવાયું હતું)
કુલ જપ્ત મુદ્દામાલનું મૂલ્ય: ₹1,50,08,025 જપ્ત કરવામાં આવ્યું.
આ પકડાયોલો દારૂનો આ જથ્થો ચંદીગઢની જન્નત બેવરેજીસ (Zannat Beverages Pvt. Ltd.) અને ઍમ્પાયર અલ્કોબ્રેવ (Empire Alcobrev Pvt. Ltd.) નામની ડિસ્ટિલરીઝમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એ ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે જ માન્ય હતો.આ રેડ દરમિયાન એકપણ આરોપી સ્થળ પરથી પકડાયો નહોતો. પોલીસે ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસે આ 6 વોન્ટેડ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરોડો રૂપિયાના દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ