
પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર સહિત રાજયમા શિયાળો બેસી ગયો છે થોડી ઠંડીની અસર શરૂ થઇ હતી ત્યાં કમોસમી વરસાદ બાદ ઠંડીના અસરમા ઘટાડો થયો હતો અને મિશ્ર ઋતુનો પ્રારંભ થયો છે પોરબંદર જીલ્લાની વાત કરીએ તો તપમાનમા સતત વધઘટ જોવા મળી રહી છે. વ્હેલી સવારે ફુલ ગુલામી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે તો મોડી રાત્રીના ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે આકારો તાપ જોવા મળી છે જાણે ઉનાળો હોય તેવી અનુભુતી જોવા મળી રહી છે. મિશ્ર ઋતુના કારણે લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે.જેના કારણે તાવ અને ખાસ કરીને શરદીના દર્દીઓમા વધારો થયો છે સામાન્ય રીતે હાલના સમયમા આકારી ઠંડીનો અનુભવ કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી અને ગરમી બંને લોકો અનુભવ કરી રહ્યા છે. આજે મંગળવારે બપોરના સમયે તાપમાન 29 ડીગ્રી નોધાયુ હતુ જોકે અંબાલાલ પટેલે આવતીકાલ બુધવારથી આકરી ઠંડીની આગાહી કરી છે. પોરબંદર જીલ્લામા હવે શિયાળાના સમયમા અકારી ઠંડી જોવા મળે છે ગત વર્ષે તપમાનનો પારો 10 સુધી પહોચી ગયો છે હવે ઠંડી જમાવટ કરશે તેવી લાગી રહ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya