સચિન GIDCમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફ્લેશ ફાયર: ચાર લોકો ગંભીર દાઝ્યા, સિવિલ હોસ્પિટલમાં સારવાર
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ સચિન GIDC નજીકની ગુરુકૃપા સોસાયટીમાં આજે (2 ડિસેમ્બર) વહેલી સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બરફની ફેક્ટરીની બાજુમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થયો હતો. ઘટનામાં
સચિન GIDCમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફ્લેશ ફાયર: ચાર લોકો ગંભીર દાઝ્યા, સિવિલ હોસ્પિટલમાં સારવાર


સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ સચિન GIDC નજીકની ગુરુકૃપા સોસાયટીમાં આજે (2 ડિસેમ્બર) વહેલી સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બરફની ફેક્ટરીની બાજુમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થયો હતો. ઘટનામાં બે યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

દાઝેલા લોકોના નામ

રિન્કી હરિભાઈ પોલાઈ (ઉ.વ. 19)

ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ (ઉ.વ. 22)

સાલુબેન રામકુમાર મોહન (ઉ.વ. 26)

હરિઓમ સુરેન્દ્ર યાદવ

પ્રાથમિક માહિતી મુજબ, ચાર પૈકી એક વ્યક્તિની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.

માહિતી પ્રમાણે, મકાનમાં ગેસ સિલિન્ડર લીક થવાને કારણે અચાનક ફ્લેશ ફાયર સર્જાયો હતો. આગ એટલી ઝડપી લાગી કે લોકો બહાર નીકળવાનો પૂરતો સમય નહોતો મળ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તરત જ દોડધામ કરી દાઝેલા લોકોને બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.

તે પછી ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande