
સોમનાથ,2 ડિસેમ્બર (હિ.સ.) જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર તમામ કેદીઓને પકડી પાડવા સુચના કરેલ હો એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. અરવિંદ જાની તથા પો.કોન્સ. સંદિપસિંહ ઝણકાટ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉના ગુન્હા ના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો પાકા કામનો કિશોર ઉર્ફે સલીમ લાલજીભાઈ સોની કેદી પેરોલ રજા પરથી ફરાર હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી
કરેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ