પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ સોમેશ્વર મહાપૂજા-ધ્વજા પૂજા કરતાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા
સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) મનોજ સિંહાએ સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ભક્તિભાવપૂર્વક ભોળાનાથની સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજા સંપન્ન કરી હતી. શિયાળાની
પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ સોમેશ્વર મહાપૂજા-ધ્વજા


સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) મનોજ સિંહાએ સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ભક્તિભાવપૂર્વક ભોળાનાથની સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજા સંપન્ન કરી હતી.

શિયાળાની સવારના આહલાદક વાતાવરણમાં ઉપરાજ્યપાલએ સૌ પ્રથમ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી અને સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાજ્યપાલશ્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.પંડિતોના મધુર શ્લોક ઉચ્ચારણો વચ્ચે પૂજા સંપન્ન કરી ઉપરાજ્યપાલ ભાવવિભોર થયા હતાં.

ધ્વજાપુજા બાદ ઉપરાજ્યપાલએ સ્વયં ધ્વજા શીશ પર લઈ શ્રદ્ધાપૂર્વક મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી હતી અને અંતે સ્વહસ્તે મંદિરના શિખર પર ધ્વજારોપણ કર્યું હતું.સોમનાથ મંદિરમાં આદ્યાત્મભર્યો અનુભવ કર્યા બાદ ઉપરાજ્યપાલ સાસણ તરફ રવાના થયાં હતાં

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande