સુત્રાપાડા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે લોન મેળાનું આયોજન કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ જાહેર જનતા વ્યાજ ખોરોનો ભોગ ન બને તે સારૂ તકેદારી રાખવા સુચના આપેલ છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસ
સુત્રાપાડા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે લોન મેળાનું આયોજન કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ જાહેર જનતા વ્યાજ ખોરોનો ભોગ ન બને તે સારૂ તકેદારી રાખવા સુચના આપેલ છે.

જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.લોહ તથા સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સુત્રાપાડા તાલુકાની જનતાને વ્યાજ ખોરોના ત્રાસમાંથી બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે લોનમેળાનું આયોજન કરી, લોકોને બેન્કમાંથી લોન મેળવવા માર્ગદર્શન આપવા સારૂ એસ.બી.આઇ.બેન્ક, ધી વેરાવળ મર્કેન્ટાઈન બેન્ક, આઇ.સી.આઇ.સી. બેન્ક તથા બેન્ક ઓફ બરોડ વિગેરે બેન્કના મેનેજરઓના સહકારથી સ્વામી નારાયણ મંદિર હોલ સુત્રાપાડા ખાતે લોનમેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સુત્રાપાડા ટાઉન તેમજ સુત્રાપાડા ગ્રામ્ય વિસ્તારની જનતાને બેન્કમાંથી લોન મેળવવા યોગ્ય માહીતી આપી માર્ગદર્શન આપવામાં આવેલ છે તથા લોકોને વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લઇ વ્યાજખોરોના સકંજામાં નહિ આવવા જાગૃતિ ફેલાવી લોકોને માહિતગાર કરવામાં આવેલ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande