મહિલા ઓ તથા વિદ્યાર્થિનીઓની સલામતી,સુરક્ષા તકેદારી સબબ સ્કુલ,કોલેજ,હોસ્ટલના સંચાલકો,સાથે મીટીંગનુ આયોજન કરતી પોલીસ
સોમનાથ,2 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ પોલીસે મહિલા વિદ્યાર્થીઓની સલામતી,સુરક્ષા માટે તકેદારી રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. તાલાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી તથા તાલાળા પોલીસ સ્ટાફ મહીલા તથા વિદ્યાથીઓની સુરક્ષા
મહિલા ઓ તથા વિદ્યાર્થિનીઓની


સોમનાથ,2 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ પોલીસે મહિલા વિદ્યાર્થીઓની સલામતી,સુરક્ષા માટે તકેદારી રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. તાલાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી તથા તાલાળા પોલીસ સ્ટાફ મહીલા તથા વિદ્યાથીઓની સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ છે જેથી આજરોજ તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ (૧) આલ્ફા વિધ્યાસંકુલ (૨) આગાખાન સ્કુલ (૩) તપોવન સ્કુલ (૪) ડી.એમ.બારડ સ્કુલ-ઘુસીયા (૫) શનશાઈન સ્કુલ (૬) DSC સ્કુલ (૭) શ્રી વિવેકાનંદ સંકુલ -બોરવાવ(૮) રમરેચી પ્રાથમિક શાળા (૯) શ્રી સરસ્વતી સ્કુલ-રાતીધાર તથા વગેરે મુખ્ય સ્કુલોના સંચાલકતથા પ્રીન્સીપાલઓ સાથે મળી મીટીંગનુ આયોજન કરવામાં આવેલ જેમાં મહીલા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ સ્કુલ વાહનના ડ્રાઇવરનુ પોલીસ વેરીફીકેશન કરાવી ડ્રાઇવરનો ડેટા રાખવો તથા સ્કુલ/કોલેજ/હોસ્ટેલ વિસ્તારની આજુબાજુ અસામાજિક તત્વોની હીલચાલ મળી આવે અથવા મહીલા વિદ્યાથીણીઓ સાથે કોઇ નબીરાઓ દ્વારા રોમિયોગીરી,છેડતી, પજવણી કરવામાં આવે તો તાત્કાલીક પોલીસ સ્ટેશન જાણ કરવા તેમજ સ્કુલ/કોલેજ/હોસ્ટેલની આજુબાજુ ફેરીયાઓ/લાળી વાળા તથા ખાનગી વાહન દ્વારા મહીલા વિદ્યાથીઓને સ્કુલ/કોલેજએ આવવા જવામાં કોઇ અડચણ હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવેલ તેમજ પોકસો એકટ તથા ગુડ ટચ બેડ ટચ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande