સોમનાથ ખાતે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા શિબિર યોજાઈ ''તમારી મૂડી તમારો અધિકાર''એ લક્ષ્ય સાથે નક્કર કામગીરી અને જનજાગૃતિ કરાઈ
સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ ના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આજરોજ વેરાવળ વિભાગની વિવિધ બેંકો lic મ્યુચ્યુલ ફંડો પેન્શન રકમો જે જે તે વિભાગમાં લાંબા સમયથી પડતર પડી રહી છે તે પાછી મેળવવા ''''તમારી મૂડી તમારો અધિકાર'''' ટેગ લાઈ
સોમનાથ ખાતે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા


સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ ના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આજરોજ વેરાવળ વિભાગની વિવિધ બેંકો lic મ્યુચ્યુલ ફંડો પેન્શન રકમો જે જે તે વિભાગમાં લાંબા સમયથી પડતર પડી રહી છે તે પાછી મેળવવા ''તમારી મૂડી તમારો અધિકાર'' ટેગ લાઈન સાથે રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશના ભાગે આ શિબિર યોજવામાં આવી જેમાં સૂર્યનારાયણ પાંડે (બી એન્ડ ઓ) મુખ્તાર સિંગ જી.એમ .બેંક ઓફ બરોડા અમરીશ રંજન રીજીયોનલ ડાયરેક્ટર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેરાવળ મામલતદાર રજનીકાંત પરસાણીયા તેમજ વિવિધ શાખા ના અધિકારીઓ ખાતેદારો પ્રજાજનો ઉપસ્થિત રહ્યા જેમાં પ્રાસંગીક સંબોધન કરવામાં આવ્યું અને જણાવ્યું કે તમારા પૈસા ઉપર તમારો અધિકાર છે

ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલ આ ઝુંબેશ થી દરેક જિલ્લામાં પેન્શન .ઇન્સ્યોરન્સ .ડીવીડટ.શેર. દસ વર્ષથી નિષ્ક્રિય રહેલા બેંક ખાતામાં જે રકમો પડતર તરીકે પડી છે તે તેના મૂળ માલિક કે વારસદાર સુધી પહોંચે તે માટેનો આ સંનિષ્ઠ પ્રયાસ છે

આવા અનકલેઈમડ કરોડો રૂપિયા બેંકોના રીઝૅવ બેંન્ક માં પડેલા છે જે પરત મેળવવા સરળ પ્રક્રિયા બનાવાઈ છે અને તે માટે પોર્ટલ ઉપર '' ઉદ્ગમ '' પોર્ટલ બનાવ્યું છે તો એલ.આઇ.સી માટે ભરોસા સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓએ પોર્ટલ બનાવી આપની મૂડી પરત કરવા ઝુંબેશ શરૂ કરી છે સાથોસાથ સુચન પણ કર્યું હતું કે ભવિષ્યમાં બેંકમાં કેવાયસી ખાસ કરાવું અને દરેક ખાતેદારે નોમિનેશન સાથે જ ખાતું ખોલાવવું કે ખાતામાં નોમિનેશન ઉમેરાવવું અને હવે તો ચાર નોમિનેશનની જોગવાઈ પણ રાખવામાં આવેલી છે

ડીજીએમ સૂર્યનારાયણ પાંડે એ વિશેષ સુચનામાં જણાવ્યું કે અજાણ્યા બોલને કદી ઓટીપી આપવો નહીં તમારી આ એક ભૂલ જિંદગીભરની કમાઈ ધોઈ નાખશે માત્ર અને માત્ર બેંક શાખાએ જઈ રૂબરૂ સંપર્ક સાધો તેવી જ રીતે ફોનથી સાવ સસ્તી ચીજની ઓફર આપે તો પણ ઝાડમાં ન ફસાશો અન્યથા ભારે નુકસાનીની વેઠવાના સંજોગો ઉદભવી શકે છે કાર્યક્રમમાં જાંબુર સિદ્ધિ બાદશાહ ધમાલ નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને પડતર રકમ પરત મેળવનાર ખાતેદારોને સ્ટેજ ઉપર સર્ટિફિકેટ એનાયત કરી વિશ્વાસમય વાતાવરણ સર્જયું આ પ્રસંગે વિવિધ બેંન્કો અને નાણાકીય સંસ્થાઓ તથા એલ.આઇ.સી. એ રામમંદિર ખાતે લોકજાગૃતિ અને પ્રચાર સાહિત્ય મંડપ રાખી લોકોને વિતરણ કર્યું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande