
ગીર સોમનાથ, 2 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ નાઓ દ્વારા તાલાલા પો.સ્ટે. વિસ્તારના ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી સાહેબની રાહબરી હેઠળ 'એ' બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ વાય.એચ.શાહમદાર તથા પો.કોન્સ.પ્રકાશભાઇ રાણાભાઇ જાદવએ રીતેના પોલીસ સ્ટાફના માણસો તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે તાલાલા તાલુકાના બોરવાવ ગામે ફરીયાદી-રમેશભાઈ ના રહેણાક મકાનમાંથી સોનાના ઘરેણા જેમા (૧)સોનાનો હાર નંગ-૧ (૨) સોનાની બુટી નંગ-૨ તથા (૩) સોનાની વિંટી નંગ -૧ મળી આશરે ચાર તોલા સોનાના ઘરેણા જેની આશરે કિ.રૂ.૪૦૦,૦૦૦/- (ચાર લાખ) ની ઘરફોડ ચોરી કરી લઇ જતા તાલાલા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૧૧૧૮૬૦૦૭૨૫૧૩૧૮/૨૦૨૫ B.N.S કલમ ૩૦૫,૩૩૧(૩), (૪) મુજબનો ગુન્હો તા.૨૭/૧૧/૨૦૨૫ નારોજ રજી થયેલ અને આ ગુનાની તપાસ દરમ્યાન આરોપી અબ્બાસહુસેન અનરવભાઇ બેલીમ રહે.ગોવિદપરા ગામ તા.વેરાવળ વાળો આ ઘરફોડ ચોરી કરી અને ચોરી કરેલ સોનાના ઘરેણા વેરાવળ ખાતે ગોલ્ડ લોન ફાઇનાસ શાખામાં ગીરો રાખી તેની ઉપર રૂ.૨,૮૦,૦૦૦/- ની ગોલ્ડ લોન ઉપાડી લિધેલ હોય જે અનડીટેક ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી રૂ.૪,૦૦,૦૦૦/- (ચાર લાખ) નો મુદામાલ રિકવર કરવા તજવીજ કરી મજકુર આરોપીને અટક કરી જેલ હવાલે કરેલ છે.
> પકડાયેલ આરોપી :-
અબ્બાસહુસેન અનરવભાઇ બેલીમ, રહે.ગોવિદપરા તા.વેરાવળ
> મુદામાલ :- (૧)સોનાનો હાર નંગ-૧ (૨) સોનાની બુટી નંગ-૨ તથા (૩) સોનાની વિંટી નંગ -૧ મળી આશરે ચાર તોલા સોનાના ઘરેણા જેની આશરે કિ.રૂ.૪૦૦,૦૦૦/- (યાર લાખ)
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ::-
પો.ઇન્સ. જે.એન.ગઢવી તથા 'એ બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ વાય.એચ.શાહમદાર તથા
પો.કોન્સ.પ્રકાશ રાણાભાઇ જાદવ
પંદરસેશ સ્ટેશન ઓફિસર
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ