ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો
-થવા ખાતે ભરૂચ જિલ્લા પોલીસે 500થી વધુ વિધાર્થિનીઓને મહિલા સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપ્યું -ભરૂચ જિલ્લાએ સાયબર ફ્રોડમાં ફસાયેલા લોકોના 2 કરોડથી વધુની રકમ પરત અપાવી છે અક્ષરાજ મકવાણા -મહિલાઓને ગુડ ટચ અને બેડ ટચ તેમજ 181,112 ,she team વગેરે સુરક્
ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

-થવા ખાતે ભરૂચ જિલ્લા પોલીસે 500થી વધુ વિધાર્થિનીઓને મહિલા સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપ્યું

-ભરૂચ જિલ્લાએ સાયબર ફ્રોડમાં ફસાયેલા લોકોના 2 કરોડથી વધુની રકમ પરત અપાવી છે અક્ષરાજ મકવાણા

-મહિલાઓને ગુડ ટચ અને બેડ ટચ તેમજ 181,112 ,she team વગેરે સુરક્ષા માટે છે વૈશાલી આહિર

ભરૂચ 2 ડિસેમ્બર (હિ.સ.) નેત્રંગના થવા એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓ માટે મહિલા પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા પીએસઆઈ વી.એ.આહીર દ્વારા મહિલાઓને લગતા ગુના,વુમન સેફટી ,સાયબર અવેરનેસ ,ટ્રાફિક અવેરનેસ ,એનડીપીએસ જેવા વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાયો હતો.જેમાં 500 થી વધુ વિધાર્થિનીઓએ આ માગર્દર્શન સેમીનારનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ પી.આર.વાઘેલાએ હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉતર બુનિયાદી શાળાના હોલમાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુન્હા, વુમન સેફટી,બેડ ટચ ગુડ ટચ ,સાઇબર એવરનેસ, ટ્રાફિક એવરનેશ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે એક ખાસ માહિતીસભર માર્ગદર્શન સેમીનારનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં 500 થી વધારે વિદ્યાર્થીનીઓએ સેમિનારનો લાભ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું.આ સેમીનારમાં મુખ્ય વ્યકતા તરીકે મહિલા પી.એસ.આઈ વૈશાલી આહીર,પી.આઈ પીનલ વાઘેલા,ભાવસિંગ વસાવા એસઓજી ભરૂચએ એનડીપીએસની સચોટ માહિતી આપી તેનાથી સુરક્ષિત રહેવા સૂચન કર્યું હતું,મલકેશ ગોહીલે સાયબર બાબતે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું ભરૂચ જિલ્લામાં સાઈબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે. જે એક મોટી કામગીરી છે. વિદ્યાર્થીનીઓ facebook, insta સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિત ના બનાવો બનતા રહે છે તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ .આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંગ માંગરોલા,ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવીણ પટેલ અને ભરત પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande