ખેલ-મહાકુંભ-2025 જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓને સુવર્ણ અને બહેનોને રજત પદક
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ગૌરવ વધ્યું અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) ખેલ-મહાકુંભ-2025ના જિલ્લા સ્તરની કબડ્ડી સ્પર્ધામાં અમરેલી જીલ્લાનું ગૌરવ વધારતાં ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાઈઓ તથા બહેનોની ટીમે ઉત્
જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ગૌરવ વધ્યું: ખેલ-મહાકુંભ-2025 જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓને સુવર્ણ અને બહેનોને રજત પદક


જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ગૌરવ વધ્યું: ખેલ-મહાકુંભ-2025 જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓને સુવર્ણ અને બહેનોને રજત પદક


- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ગૌરવ વધ્યું

અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) ખેલ-મહાકુંભ-2025ના જિલ્લા સ્તરની કબડ્ડી સ્પર્ધામાં અમરેલી જીલ્લાનું ગૌરવ વધારતાં ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાઈઓ તથા બહેનોની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

28 નવેમ્બર 2025ના રોજ અમરેલી મુકામે યોજાયેલી આ સ્પર્ધામાં જ્ઞાન શક્તિ સ્કૂલના ભાઈઓની ટીમે જોરદાર રમતમાં પ્રતિસ્પર્ધીઓને માત આપીને સુવર્ણ પદક નામે કર્યું હતું. ટીમમાં ડાભી કિસ્મત, લાખણોત્રા નરેશ, મેર જતીન, વંશ વિરાજ, ઝાપડિયા આદિત્ય, પરમાર કાર્તિક, લાખણોત્રા ગૌતમ, દાફડા અનિરુદ્ધ, ભાલીયા કિશન, જાદવ હિતેશ, કમેજળીયા વિવેક અને વણઝર ઉદયનો સમાવેશ થાય છે. તમામ ખેલાડીઓએ પોતાની ફિટનેસ, ઓલ રાઉન્ડ પરફોર્મન્સ અને મજબૂત ટીમ વર્કનો સરસ પ્રદર્શન કર્યું હતું.

તે જ રીતે બહેનોની ટીમે પણ અદમ્ય જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે રમતે રજૂઆત કરી રજત પદક જીત્યું હતું. બહેનોની ટીમમાં મારડિયા જાનવી, ચાવડા દષ્ટિ, ખરા જાનવી, વાઘેલા કોમલ, જોગદીયા હાર્મી, ડોબરીયા જેની, રાજભર કુસુમ, સવનીયા તન્વી, ગાબુ ભૂમિકા અને મોઢાં ભૂમિકાનો સમાવેશ થાય છે. બહેનોની ટીમે શરૂઆતથી જ પોતાના કૌશલ્યનો લોહી માણાવી ફાઇનલ સુધીનો સફર શાનદાર રીતે પૂર્ણ કર્યો.

આ ગૌરવસભર જીત માટે સ્કૂલના કોચની માર્ગદર્શન, ખેલાડીઓની અનવરત મહેનત અને પ્રશિક્ષણનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

આ સફળતા માટે સંસ્થાના પ્રમુખ વસંત ગજેરા, મંત્રી મનસુખ ધાનાણી, મંત્રી ચતુર ખૂંટ તથા કેમ્પસ ડાયરેક્ટર વસંત પેથાણીએ ખેલાડીઓ તથા કોચને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું.

જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના આ સિદ્ધિથી સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande