હારીજ પોલીસ દ્વારા પ્રોહિબીશન કેસના ફરાર આરોપીની ધરપકડ
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) હારીજ પોલીસે થરાદના બેવટા ગામના પ્રોહિબીશન કેસમાં ફરાર ચાલતા ઉષ્માનશા જલાલશા ફકીરને સાબરકાંઠાના ઇલોલ ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી હારીજ અને પાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. પેરોલ ફ્
હારીજ પોલીસ દ્વારા પ્રોહિબીશન કેસના ફરાર આરોપીની ધરપકડ


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) હારીજ પોલીસે થરાદના બેવટા ગામના પ્રોહિબીશન કેસમાં ફરાર ચાલતા ઉષ્માનશા જલાલશા ફકીરને સાબરકાંઠાના ઇલોલ ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી હારીજ અને પાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો.

પેરોલ ફ્લો સ્ક્વોડને માહિતી મળી હતી કે ઉષ્માનશા ફકીર ઇલોલ ગામની એકતા ડેરી પાસે છે. માહિતીના આધારે ટીમે સ્થળ પર કાર્યવાહી કરી તેને કાબૂમાં લીધો હતો.

જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીની સૂચનાઓ મુજબ નાસતા-ફરતા આરોપીઓ સામે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ સહાયથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત આ સફળ કાર્યવાહી થઈ હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande