
જુનાગઢ 2 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકા ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભીના માર્ગદર્શન હેઠળ આજ રોજ માળિયા તાલુકાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ ની ઊજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો ને માર્ગદર્શન, લઘુ અને ગુરુ શિબિરો, પ્રચાર પ્રસાર,રેલી, ચિત્ર સ્પર્ધા, ઇનામ વિતરણ જેવી પ્રવૃતિ કરવામાં આવી હતી અને લોકોને જનજાગૃતિના માટે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ