નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી, સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ
નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવાયજ્ઞ થઈ રહ્યા છે કોઈપણ આનો લીધા વિના છેલ્લા 20 વર્ષથી અવિરત સદાવ્રત ચલાવી રહ્યા છે પક્ષીઓમાં મોર,કબૂતર ,કાગડા વગેરે પક્ષીઓને પણ રોજની ચણની સેવા આપે છે ભરૂચ 2 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચના જુના
નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ


નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ


નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ


નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ


નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા પટેલ


નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવાયજ્ઞ થઈ રહ્યા છે

કોઈપણ આનો લીધા વિના છેલ્લા 20 વર્ષથી અવિરત સદાવ્રત ચલાવી રહ્યા છે

પક્ષીઓમાં મોર,કબૂતર ,કાગડા વગેરે પક્ષીઓને પણ રોજની ચણની સેવા આપે છે

ભરૂચ 2 ડિસેમ્બર (હિ.સ.)

ભરૂચના જુના તવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે કનુમામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કરી રહ્યા છે. પરિક્રમા વાસીઓની ઈચ્છા મુજબનું ભોજન બનાવી પીરસી અનેરો સંતોષ સાથે સેવાનો ભેખ ધારણ કર્યો છે.

જુના તવરા ગામ નજીક નર્મદા નદી પાસે કનુમામાની અનોખી સેવા

સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવી નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે.

એવાજ એક સેવાભાવી માનવી કે જેને કનુમામાના નામે ઓળખવામાં આવે છે આ કનુમામા એ આશરે 20 વર્ષથી વધુ સમયથી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી રહ્યા છે. કોઈપણ સમયે પરિક્રમાવાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે એટલું જ નહીં પરંતુ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે.ભોજનમાં ખીચડી, કઢી ,રોટલી શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે.

રોજના લગભગ 150 થી 200 જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અનેરો સંતોષ મેળવી રહ્યા છે .નવાઈની વાત એ છે કે કનુમામા કોઈની પાસેથી દાન કે ફાળો લેતા નથી તે સાથે જ તેમની સેવા અટક્યા વિના અવિરત ચાલી રહી છે .કનુમામાનું મુળ વતન જંબુસરના વાવલી ગામ છે. જ્યાંથી તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. કનુમામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ કનુમામા છે .નર્મદા માતાની પરિક્રમા કરનાર તમામ યાત્રાળુને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે .

એટલું જ નહીં પરંતુ તેઓ પશુ પંખીની સેવા પણ કરી રહ્યા છે .જેમાં કનુમામા મોર, કબુતર અને કાગડા જેવા પક્ષીઓને ચણ નાખી તેનું પોષણ કરે છે .આ ઉપરાંત તવરા ગામના લોકોની પણ તેઓ સેવા કરી રહ્યાં છે.જુના તવરામાં નર્મદા નદીના તટ ઉપર આવેલ કનુમામાના આશ્રમમાં રોજ સવાર સાંજ પરિક્રમા વાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande